રાજકુમારી એક પ્યારી
માં પાપા ની રાજ દુલારી
માં ની એ છાયા સોનેરી
નાજુક નમણી ગુડ્ડી અમારી.
હસતી ગાતી રમતી કુમારી.
પગલી કરતી સુખ ફેલાવતી.
રાતે ના વધે તે દિવસે વધતી.
શશી ની શીતળતા શી કોમળ..
ફુલો ની પંખુડી થી નાજુક..
બુલબુલ ના ગીતો શી તેની બોલી..
વૃંદા શી પવિત્રતા..
ગાગીઁ ની વિધ્યતા..
લક્ષ્મી ની વીરતા..
પ્રિયદશઁની ની નીડરતા..
મુખ પર છલકે તેજ જાણે સુયઁ નુ..
ચાહુ તારી સફળતા..
દીકરી બે કુળ ને અજવાળતી..
સ્વપ્નવત આ ભાવ મારા..
“કાજલ” ની આંખો નું સ્વપ્ન બનતા…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply