વધસ્તંભ
કેટલો નસીબદાર !
ઇશુ તું…….
તને મલ્યો મૃત્યુદંડ
તારી સેવા ના બદલા માં…
ના કરેલ અપરાધ માટે.
વધસ્તંભ તારા ખભે ઉચકી
ચડાવ્યો શુલી પર
માત્ર એકવાર
વરદાન તને પુનઁજીવન નુ
જીવીત થઇ પામ્યો સ્વઁગ તું
પણ…..
પાછળ તુ આપતો ગયો….
રોજ વધસ્તંભ ઉચકવા ની પીડા
ના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ..
સુરજ ના આગમન પહેલા પુનઁજીવન
હાસ્ય ચીપકાવી આસું ને દેશવટો આપી…
નકઁ સમા પુનઁજીવન જીવવા..
“કાજલ” આ સવાર ઉગતા ની સજા?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply