પ્રેમ એટલે…..શું કહેવુ..?
તારા નામનું મારામાં ધબકવું.
શ્ર્વાસોના રણકારમાં તારા નામનું ગુંજવું..
મીઠું મીઠું દર્દ પણ વ્હાલું લાગવું.
રાતોની રાતો તારાઓનું ગણવું.
અકારણ હસવું તો કયારેક અકારણ રડવું.
આ પ્રેમ છે?
તારા થી દૂર છતાં તારું સાનિધ્ય અનુભવવું.
તારા જ વિચારોમાં ડુબેલું રહવું.
તારી પસંદ કયારે મારી બની..
તારા જ રંગમાં રંગાઇ જાવું..
આ પ્રેમ છે?
કે,
રામનો સીતા માટે,
કૃષ્ણનો રાધા માટે,
સાવિત્રીનો સત્યવાન માટે,
હરિશચંન્દ્રનો તારામતી માટે.
કેટલા યાદ કરું…
જીવી ગયા જે પ્રેમને.
પ્રેમ કઇ શબ્દોમાં બંધાય?
એતો અનુભવાય.
પ્રકૃતિના રુપ સાથે.
ગુલાબ શો ગુલાબી,
રાતરાણી શો મહેંકતો,
પતંગિયા જેવો રંગીન,
ફુલોથી કોમળ,
ચાંદની જેવો શીતળ.
સૂર્યના તેજ જેવો તેજસ્વી.
ઈશ જેવો પવિત્ર.
પ્રેમ એટલે..?
મંદિરની આરતીની ઝાલર,
મસ્જીદમાં થી આવતી આઝાન.
પ્રેમ અટલે આપણું એકબીજા માં જીવવું.
આજ પ્રેમ ને?
આવોજ પ્રેમ ને?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply