કાંટાઓના વનમાં એકલી થઇ પડેલ સવાર,
રક્તથી રંગાયેલ હાથોને સવારતી થઇ ગયેલ સવાર.
આશા ઉમંગ ભૂલી પાનખરની દાસ્તાન કહેતી,
પાનખરી મૌસમને પોતાનામાં સમાવતી છુપાવતી થઇ સવાર.
બેરંગી ફુલોને બીનસુવાસીત પુષ્પોથી સજાવતી ઉપવન,
પોતાનાંપણાંની મહેંક છોડી જતાં ઘાવોથી ઘવાતી સવાર.
પોતાના અરમાનોની કત્લ કરી મુસ્કુરાતી ફરતી,
સ્વજનો જે કહેવાયછે તેના માટે જીવતી સવાર.
સંધ્યા સમયે થશે કયારેક પ્રિયમિલન આશ લઇ ફરતી,
વેદનાને સ્મિતમાં છુપાવી ખુદમાં ઘૂંટાતી સવાર.
“કાજલ” તારાં સપનાં સાકાર કરવા મથતી,
આ ભાવજગતમાં જ રહેતી એમ કહેતી સવાર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply