લાંબા અંતરાલ બાદ
સહજીવન ના સાથી બોલ્યા..
બેસ, આજે આપણે થોડી વાતો કરીએ.
આચ્ચયઁ સાથે મેં તેમને જોયા..
મનોગત બોલી વાતો ! અને આપણે..
પછી કહયું શેની કરીશુ વાતો?
ધર,પરિવાર, બાળકો, કે તમે કરેલ પ્રગતિ ની યશોગાથા ની?
કહે,ના.. આપણી વાતો…
અને વિસ્મય સાથે મે તેમના માથે હાથ મુકયો…
અરે ! તમને તાવ તો નથી ને?
એ કહે, ના સખી !
એક ક્ષળ માનસપટ પર ઉભરી આવ્યા અનેક દ્રશ્યો..
આ સંબોધન વરસો પછી સાંભળ્યુ…
જાણે યુગો વીતી ગયા.?
અને મને લાગ્યુ કે કદાચ મારુ હ્રદય જ બંધ પડશે…
કે કદાચ….
મારુ મષ્તિક જ વિચારવા ની શક્તિ ગુમાવી દેશે..
છતાં થોડી હિંમત થી પુછયુ…
રાતે કંઇ વધારે…?
અને તે કહે છે ના..
બસ આજ મનભરી વાતો કરવી છે.
માત્ર તારી મારી આપણી…
અને પાંપણે આસું અટકયા…
રચાયો વરસો પછી એ સંવાદ…
“કાજલ” વરસો પછી સખી સખા ના મૌન તુટયા…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’





Leave a Reply