માથે બાઝયા પ્રસ્વેદ બિંદુ,
આંખો ચકળ વકળ…
કશુંક શોધતી ફંફોસતી…
હાફળી ફાફળી…
ગભરાયેલી… થોડીક ડરેલી..
અપાર વિમાસણ અનુભવતી…
ઘડીક અહીં…ઘડીક તહીં જાતી..
ધમણ ની જેમ હાંફતી…
હાથ પગ પાણી પાણી..
મગજ માં જાણે શુન્યાવકાશ..
કયાં જઉં શું કરું…
ભ્રમીત થઇ….
દશા વેરવિખેર…
હા! ચૌક્કસ દિશાભ્રમ…
દિશા જ ભુલી હું…
ચડી વિપરિત દિશા…
દિશા એ દશા જ ફેરવી….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply