કયાં છો સાહેબ?
બહુ વ્યસ્ત ?
ના સંદેશ ના યાદ?
સીધી જ હદપાર,
વાંક ગુનો તો બતાવોતો.
કરી સજા તમે ભુલી મને.
સમય આ વૈરી લાગે,
દુરી આ ન સહેવાય.
વારંવાર સમય જોયે રાખું,
કાંટો સ્થિર લાગે…
સૂરજની ગતિ ધીમી લાગે,
સાંજની પ્રતિક્ષા રહ્યા કરે.
ઘર સજ્જ કરુંને,
રસોઈમાં તૈયારી તારી પસંદની.
આઇના સામે ઉભી ને…
લાગ્યું કે
હું જ અસ્તવ્યસ્ત.
તારી પસંદની સાડીને
શણગાર સજયા,
ફરી નજર નાખી બેઠકખંડમાં…
પરદા, સોફા, ટેબલને
ટેબલ પર ફલાવરવાઝ..
તારા પ્રિય લાલ ગુલાબો..
બધું બરાબરને
દરવાજે આવી ઉભી,
ત્યાં સામેથી પૃચ્છા…..
એકલા ? બહાર જાવ છો..?
આવું સાથે?
અને જાગ્રત થઇ, ફસડાઇ પડી…
ઓહહ…!
હવે કયાં કોઇની રાહ જોવાની?
કયાં યાદકે ફરિયાદ કરવાની?
ફસડાઈ પડી બેઠકખંડ માં..
લાલગુલાબનો હાર ચઠાવેલ છબી તમારી..
એક નિશ્ર્વાસને…
એજ એકલતા…
કયાં છો સાહેબ?
બહુ વ્યસ્ત?
ના સંદેશ ના યાદ?
ક્યાં કરું હું ફરિયાદ!
આખરે વિસારી જ દીધીને તમે તો?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply