તારુ વારંવાર પુછવું..
કેટલો પ્રેમ કરું છુ તને?
અપલક સતત નિહાળતી આંખોમાં
મને સતત નિહાળી
જવાબ હોય તારો….
શુ સાબિતી જોઈએ વ્હાલી…
એક પ્રગાઢ ચુંબન,
એક ગાઢ આલિંગન,
છેક ઊંડે સુધી ઉતરી જતું સ્નેહાળ સ્મિત,
કે પછી ફક્ત શબ્દો માં જ નહીં પણ,
શબ્દ વગર પણ સંભળાતી મારી લાગણીઓ,
હા…..
ચાહું છું તને… ચાહતો રહીશ તને…
આખરી શ્વાશ સુધી,
ને તારું હથેળી મારા હોઠ પર દાબી,
ભીની દ્રષ્ટિએ તાકવું, અને ગાઢ આલિંગનમાં બધ્ધ કરવું,
તારી હંમેશાંની અેજ વાત…
ના! હું તો હમેશ રહીશ અખંડ સૌભાગ્ય સાથે..
તારી આંખોમાં સપનું બનીને
ઓહ! પ્રિયા આજ તો છે પ્રેમ..
જે તને મને જોડી રાખે છે.
સાબિત કરવો પડે તે પ્રેમ નહિં .
છતાં તારું પુછવું ગમે છે.
વારંવાર કહેવું ગમે છે.
ચાહત તારી મને ગમે છે.
બસ….
ચાહું છુ કહેવુ ને તારી પાસે પાસેથી સાંભળવું ગમે છે.
કબુલાત કરું કે મને તુંને તારી વાતો અનહદ ગમે છે.
તારી આંખોની મસ્તીમાં જીવવું જ ગમે છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply