કાન્હા રે કાન્હા રે…
મારે જન્મોજન્મ તારી બની ને રહેવું,
તારી સંગ તારી સખી બની જાવું,
હવે તારા રંગ માં રંગાઈ જાવું .
કાન્હા રે કાન્હા રે…
મારે તો તારી વાંસળી બની રહેવું,
તારે માટે મારા અંગઅંગ કોતરાવું.
મારે તો તારા હોઠો પર સજી ને રહેવું .
કાન્હા રે કાન્હા રે….
મારે તો તારી બંસુરી ના સુર બની રહેવું,
તારા હૈયા નો ભેદ બાર લાવું,
તારા હૈયે થી શબ્દો બની વહેવું .
કાન્હા રે કાન્હા રે…
મારે તારા મુંગટનું મોરપીંછ થાવું,
હર ક્ષળ તારી સાથે જ રહેવું,
મારે તારા અંગ પર સોહાવું .
કાન્હા રે કાન્હા રે…
કાજળ બની તારી આંખોમાં અંજાવું,
કાજળ ધેરી રાતોમાં તારી આંખોમાં સમાવું,
સમણા મારે તારાજ જોવા,તારી દિવાની બની ઓળખાવું.
કાન્હા રે કાન્હા રે….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply