કવિતા મારા સપનાની ઉડાન,
મારી લાગણીનું કાગળ પર ઉતરવું.
મારા વિચારોનું મુર્તિમંત સ્વરુપ,
શબ્દોનું અર્થસભર બનવું.
મારી મુંજ સાથેની યાત્રા.
કવિતા મારી કવિતા..
મારા ભાવોની છાયા,
અજાણ પ્રદેશોની સફર..
એક આત્માનુભુતિ ની વાત.
મારા હોવાની સાંર્થકતા,
મારા શબ્દોનું કવિતામાં રૂપાંતર..
મારી કવિતા.. મારું સર્જન..
મારું શબ્દોમાં વારંવાર અવતરવું .
કદાચ અેજ કવિતા….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply