પ્રેમ નામનો વહેમ છે મને,
કેમ થયો ખબર છે તને?
વાત વાતમાં પોતાની કરી,
કયારે હું તેના રંગે રંગાઈ.
ખુદ થી બેખબર થઈ..
તારી પસંદ મારી બની..
ઠરેલ ઠાવકી બની.
શરમ હૈયે ધરી…
પાંપણ ને ઢાળી..
મૌન ની ચાદર પહેરી.
હોઠો પર લાલી ધરી.
ચુનર તારા નામની ઓઢી.
હાથોમાં મહેંદી રચાવી,
સોળ શણગાર સજાવી .
દુલ્હન પ્યાર થી સજી
તારા પ્રેમ ના વહેમ ને જીવંત કરી.
શમણાનો સંસાર માણવા ચાલી.
પ્રેમ ને જીવવા કાજલ નું ટપકું કરી,
વ્હાલમ નો સાથ સંગાથ કરી ચાલી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply