છંદ : ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
(બસીત- દ્રીખંડી છંદ)
સંગીતના તાલપર સાથે ભળી જાયછે,
સંસારના મારગે પ્રિયા મળી જાયછે.
કિતાબ ખોલી તમે મોડી જરા વાંચવા,
આતો હવે ઉધડી પાનું વળી જાયછે.
સંગ્રામમાં જીતવા કૈ ટેવ પાડી અમે,
થાકી જઈ હારને અંતે ગળી જાયછે.
ચાવી જડી એક દિન, ખોલી કરી ભૂલતી,
જુદી ક્ષણેા થીજવી,ખુદા કળી જાયછે.
‘કાજલ’ મતિ મુંજવે ચોપાસ બેડી થઈ,
મંજિલ અંતે મળી ઈશ્ર્વર ફળી જાયછે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply