નવ વષઁ ની સુંદર સલુણી પ્રભાત.
સબરસ ની ગુંજ થી કહે પ્રભાત.
સબરસ સ્વાદ ખારો નામ મીઠું કહે પ્રભાત.
ચપટીક નાંખાે સ્વાદ ભરપુર કહે પ્રભાત.
સબરસ વગર નુ જીવન ફીકું કહે પ્રભાત.
વધે માત્રા તો કરે ખારુ કહે પ્રભાત.
શીખો જીવન માં સબરસ બનવા નુ કહે પ્રભાત.
“કાજલ” જેની હાજરી માત્ર મહેંકાવે જીવન કહે પ્રભાત.
ના ઓછુ ના વધુ માપસર નુ જીવ કહે પ્રભાત.
ના સુખ ના દુખ સમભાવ રાખ કહે પ્રભાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply