દીવાળી ની સવારે શુભેચ્છા ના ઢગ વચ્ચે.
એક પરિચત ની શુભેચ્છા સાથે…
જોવા મળ્યો અનઅપેક્ષિત હાસ્ય..ઉપહાસ કરતો ચહેરો…
સમય ની ભીડ માં શાયદ ગુમ થયેલ ચહેરો..
મને ઢંઢોળી પુછે છે “હેપી દીવાલી”ખરેખર ‘હેપ્પી’?
ઓહ! સમય સાથે પહેરેલા મુખવટા મને ત્યજી જવા મંડયા…
બની હુ ચહેરા -મુખવટા વગર અનાવતઁ પ્રતિમા..
ગુંજતો રહયો પ્રશ્ર્ન, વાગતો રહયો હથોડા ની જેમ..
અચાનક ઝબકી, સમેટયા મારા મુખવટા, પહેરયા..
ખંખોરી- ઝાટકી કહયુ……..હા! ‘ હેપ્પી’ કોઇ શક?
બતાવી મારી સફળતા ની ટ્રોફી ઓ..
બેસ્ટ દીકરી, બહેન, સખી, પત્નિ, માં, વહુ, ભાભી..કેટકેટલી…
એક અટ્ટહાસ્ય..આમાં બેસ્ટ વ્યકતિ…. નથી..?
ઓહ! નાટક મારુ અસફળ…પકડાઇ….કરી મારો ત્તેજોવધ..
મને મારા હાસ્ય મઠિત ચહોરા સાથે..તરછોડી..
શુભેચ્છા ના ઢગ માં વિલિન..અવાચક,બેબસ લાચાર બનાવી..
ના નહિ થવા દવ તને સફળ. મારી વરસો ની જમાવટ ને વિફળ..
“કાજલ” ઉભી થા, બાકી છે જીવન નાટક ના અનેક રંગ..
હજી તો,બાકી છે નાટક ના અનેક અંક…
સફળતા ના આભાસી શિખર..જાત સાથે ના સંવાદ..દલીલ ને પ્રતિ દલીલો..
જીવન ના અંતિમ ચરણ સુધી…તાળીઓ, વાહ વાહ, ને અશ્રુ ઓ વગર ની એકઝીટ સુધી..
ચડાવ તારા મેકઅપ ની પરત નિભાવ તારો કિરદાર…
શ્ર્વાસો ના આવા ગમન સુધી..
શો મસ્ટ ગો ઓન..શો મસ્ટ ગો ઓન..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply