સાક્ષાત્કાર ઈશ્વરનો કરવા જાત સાથે પનારો હોય છે.
માર્ગે ચાલવાના કોઇ સાથી સાથ દેનારો હોય છે.
મંજિલ મળેનામળે પંથએ એકલાજ કાપવાનો હોય છે.
એકલપંડે નીકળી પડયા મંજિલે એજ જડનારો હોય છે.
તોફાનો આવેને જાય, મધરિયે મરજીવો ના મુંજાય,
દરિયાના મોજાને પણ અથડાવા કિનારો હોય છે.
માનવીની ઇચ્છા સાથે નિયતિ ખેલે એવા અનોખા,
હરપળ નિયતિની ચાલે પાસું પલટી ચાલનારો હોય છે.
જીવનની આ સફરમાં સાથી મળ્યાને વિખુટા પડયા.
ભાગદૌડ કર્યા કરી કમાવા મુઠ્ઠીભર દિનારો હોય છે.
સુખને શાંતિ શોધવા જગભ્રમણ કરી થાકયા,
મૃગકસ્તુરી જેમ એતો ભીતર મળે જાણીને શોધનારો હોય છે.
“કાજલ” છુટવાનું છુટશે બધું જ ક્ષણએકમાં જયારે,
દરેક માટે એ સમય જીવનમાં ચૌક્કસ આવનારો હોય છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply