છંદ: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
સંગ કૈ શોધશું ચાળવી એકલા,
જીવવું થોડુ જ્યાં ટાળવી એકલા.
ટેરવે આપણાં દાખલા કેટલા,
ભાગલા કોઇનાં જાળવી એકલા.
આંગણે આવજે આવકારો દીધો,
માંગણી આકરી માળવી એકલા.
માનવી દાનવી દાનતે પારખી
ઈશ તારા નિયમ તાળવી એકલા.
નામ ‘કાજલ’ ખરું લાગશે આમતો,
બોલવું સાચવી પાળવી એકલા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply