શ્ર્વાસોને મૂકયા ગીરવી કરી મોહબ્બત જ્યારથી
હથેલીમાં સજાવ્યું દિલ,નામ તમે લીધું જ્યારથી.
સોણલા સજાવ્યા, નજરોથી નજર મળી,
પરમાનંદ પામ્યો,અધરામૃત પીધું જ્યારથી.
સખી કહી ઓળખ આપી અભિન્ન બન્યાં,
જીવન સાફલ્ય બન્યુ, તમે હ્રદયાદાન દીધું જયારથી.
નાતો એવો જોડયો ભવોભવ બંધનનો તમે,
હ્રદયસ્થ તમે બીરાજયાં નામ કંઠસ્થ કીધું જ્યારથી.
“કાજલ” દિવાની બની શ્ર્વાસોમાં તમે ગુંથાયા,
મીરા બની ઝેર પીધાં,રાજ કીધુ જ્યારથી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply