બચપપણ કૈ
ખોવાયુ મુજ થી,થૈ
કૈદ ખુદ થી.
સાંભળી વાત
પ્રત્યુતર પાઠવ ને
બનીશ સાથી?
આતુર બન્યા
અધિર બાવરાં થૈ
નિહાળી રાહ.
કરુ પ્રતિક્ષા
ફુલેા ની,જાજમ થૈ
હવે તો આવો
હૈયા નો હાર
બનાવ્યો યાદ ભરી
કર વિચાર.
વેદના દર્દ
ઘરેણુ અનમોલ
સાચવ હવે.
સાંત્વના કેવી?
દર્દ,સહિયારુ જ
નિયતિ માન.
પીવ પ્રેમથી
હરિનામ રસ જ
જીવન ભર.
પ્રેમ અમૃત
મારતુ પોષતુ જ
માન ન માન.
હરિરસ જ
ચાખવો સાચો પ્રેમ
જીવનભર.
પ્રેમ મગ્ન થૈ
પામી, રત્ન સાગર
વિસરુ જગ.
જળ જ બન્ને
ખારાશ ભિન્ન, આંસુ
રુપ દરિયો.
સ્વાથઁ ભળ્યો જ્યાં
સગાઇ, બેવફાઇ
પ્યાર અમર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply