અજાણ્યા બની નવેસર થી ઓળખાણ કરી લઇ એ.
ચાલ ને આજ હવે એકમેક માં થોડુ જીવી લઇ એ.
એક બીજા ના દોષો, ભુલો ને ભુલી જીવી લઇ એ.
ચાલ ને હવે પરકાયા પ્રવેશ જ કરી લઇ એ.
એક મેક ને સમજવા સધળુ વિસારી લઇ એ.
ચાલ ને હવે એકબીજા માં જ ઓગળી ને જીવી લઇ એ.
ના તારુ ના મારુ આપણુ કહી ઘર બનાવી લઇ એ.
ચાલ ને એ ઘર માં સાથ અનંત ભવો નો નક્કી કરી લઇ એ.
સત્ય તારુ -મારુ ભલે જુદુ હોય સત્ય એકજ સમજી લઇ એ.
ચાલ ને હવે થોડાક જુઠાણા પણ હવે સહી લઇ એ.
‘કાજલ’ કહે જીવવુ ને જીવી જવુ ફરક છે તે સમજી લઇ એ.
ચાલ ને હવે એકબીજા ને માફ કરી જ દઇ એ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply