અધુરી રચના જેવી..
અધુરી હું..
ના શરૂઆત ના અંત
ના ભૂત ના ભવિષ્ય
આજ ના ચક્કર માં ઝોલા ખાતી હું
જીદગી ની બે પાટો વચ્ચે
ભીસાતીં, પીસાતી, પીલાતી હું
નિર્થક હવાતીયા મારતી.. હું
હરવખ્તે નિષ્ફળ થાતી..
એકલી અટુલી… મારી જાત સાથે સંવાદ સાધતી.. હું
આસ-પાસ થી અલિપ્ત થતી
ખુદ ને ભુલતી.. હું
અવાજો, પડઘા ઓ વચ્ચે જીવતી.. હું
સાદ પાડુ પણ અવાજ રુંધાય…
ને ભીડ વચ્ચે એકલી રહી જતી.. હું
ખોવાઈ ગઈ.. ને ખુદ ને શોધતી.. હું
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply