અરે મનવા તારા દુખ ના દિવસો.
કેમ ભુલી જાય છે રે.
અરે મનવા સુખ આવે તાલી મિત્રો મળે અનેક.
સાથ દેનાર ને કેમ વિસરી જાય છે રે.
અરે મનવા તારા દુખ માં સાથે ઉભેલા ને.
કેમ ભુલી જાય છે રે.
અરે મનવા સગા સૌ સ્વાથઁ -પરમાથઁ ના.
તારી તો જીવ સાથે સગાઇ કેમ ભુલી જાય છે રે.
અરે મનવા પહેલો સગો પાડોશી રે.
તારો પાડોશી ધમઁ કેમ ભુલી જાય છે રે.
અરે મનવા નવા તાલી મિત્રો મળ્યા ને મળશે રે.
તારા સાચા મિત્રો ને કેમ ભુલી જાય છે રે.
અરે મનવા સુખ માં સાંભળે સોની રે.
તારા સાઘમિઁક કેમ વિસરી જાય છે રે.
અરે મનવા દુખ માં તો સાચુ જીન શરણુ રે.
તારુ સાચુ શરણુ કેમ ભુલી જાય છે રે.
અરે મનવા હસતા ને સૌ હસાવે રે.
તારા આંસુ લુછનાર ને કેમ ભુલી જાય છે રે.
અરે મનવા ‘કાજલ’ તો સંગ્રહી બેઠી બધુ મન માં રે
એ કેમ ભુલી જાય છે રે.
અરે મનવા આ દસકા ના ચક્કર આવે ને જાય રે.
તુ તારા સચ ને કેમ ભુલી જાય છે રે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply