આ ઉગતા સૂરજ ને સલામ,
સોનેરી કિરણો ને સલામ.
નવી આશા ને નવો સંદેશ,
લાવનાર રવિ ને સલામ.
હરક્ષણ યાદ અપાવે નવી સવાર, એ સંદેશ ને સલામ.
અંધારા ને મીટાવવા પ્રતિદિન ના પ્રયત્ન ને સલામ.
નીત્ય ની તેની ચાલ ને નવ વરસ ના પ્રભાત ને સલામ.
ગત વરસ ના લેખા જોખા ને નવ વરસ ના સંકલ્પ ને સલામ.
શામ ગઇ એ આખરી શામ નહોતી એ યાદ ને સલામ.
સુનહરી કિરણ વીખેરતા આવ્યા એ યાદ ને સલામ.
ખુશી ઓની સૌગાત કહે છે આ સાલ ને તેને સલામ.
દુ:ખ ઓછા થાયને મુશ્કેલી ઘટે એ આશા ને સલામ.
સમાધાન નો લવાદ બનનાર આ રવિ ને સલામ.
‘કાજલ’ ના જીવન માં અજવાળા પાથરનાર ને સલામ.
હરવખત મુશ્કેલી માં હિંમત ને સાથ આપનારા ને સલામ.
મારા મિત્રો, સ્નેહીઓ, પરીચીતો ને સલામ.
અરે! તમારી જાત ના દુશ્મનો હવે તો જાગો…
સમય ની રાહ ન જોવો તે નહી જોવે તમારી રાહ..
વાત સમજનાર ને જાગનાર સૌ ને મારા સલામ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply