અભિલાષા અંતિમ એટલી કે,
અશ્રુ ઓ ના વહાવશો મારી પર.
એતો રોળી નાખશે અરમાન કે,
તમે હાસ્ય થોડુક રેલાવશો મારી પર.
જીવન ની અંતિમ ક્ષણે જો તમે પાસે હોતો એક બુંદ જળ કે,
મોમાં તુલસીપત્ર ને ખાંપણ એક સ્વ હસ્તે ઓઢાડજો મારી પર.
જો તમે કરી શકો તો, દાન આપી દેજો આ દેહ નુ કે,
નથી બનવું રાખ મારે યોગી ના શરીર ની, બસ અંતિમ માગુ એટલુ મારી પર.
આશા પુરી કરજો જરુર કે,
‘કાજલ’ ને જીંદગી જીવતા આવડી નથી મારી પર.
મૌત પણ માંગ્યુ મળ્યુ નથી કે,
ખબર નથી આશા પણ પુરી થશે કે નહિ મારી પર?
અભિલાષા ના અભિષેક માં કોઈ ના કરશો અતિરેક કે,
બસ અંતિમ ક્ષણે એકલી છોડી દેજો, હું મારુ જીવન મમળાવીશ મારી પર.
મારા મૃત્યુ નો આનંદ મનાવી, મૌન ના સાગર માં સરી જઈશ કે,
આટલી અમથી આશ પુરી કરજો મારી પર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply