અમારા ઘર નો દીવો, અમારો વારસ,
લાડે કોડે કરયો મોટો..જીદગી ભર.
દહેજ સાથે પરણાવ્યો વારસ,
પછી આવ્યો દૌર ફિરયાદ નો જીદગીભર.
કંકુ પગલા પાડી, લીઘા ઘરના કામ હાથ માં ને,
પછી કરે રાજ ‘માન્યા’, આખા કુટુબ પર જીદગીભર.
સુયઁવંશી મહારાણી સિંહાસને બીરાજે ને,
સાસ-સસુર, નણંદ કરે ઘરના કામ જીદગીભર.
સવાર પડે ને સસુર ને પકડાવે થેલી ને,
કરે હુકમ જાવ લઈ આવો દૂધ-શાક જીદગીભર.
અરે પછી જજો તમારા કામે તમે ને,
ચાવી લો ને, ડયુટી બજાવો બાળકો ને સ્કુલે મુકવા ની જીદગીભર.
કરે સાસ-સસુર કઇ ઉ કે ચાં ને,
પિયરીયાં ને ભેગા કરે રાણી જીદગીભર.
આ સમાજ ના નિયમો ને બદી ઓ,
ઘરડા માં-બાપ જીવે ઘર ના ખુણે જીદગીભર.
નૌકર થી બદતર કરે હાલત આધુનીકા ને,
પોતે મ્હાલે કીટ્ટી પાટીઁ જીદગીભર.
આપે સલાહ કોઈ કે થાવ ને કરો અલગ પુત્ર-વહુ ને,
નાખે નિસાસો કે કોણ પકડશે પુત્રી નો હાથ પછી જાદગીભર.
લાચારી ને મજબુરી આતો કેવી સહેવાય કહેવાય નહી કે,
‘કાજલ’ આમ નવા નાટકો દેખાડે- કરાવે જીદગી જીદગીભર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply