આ જીંદગી ના અજીબ રંગ દીઠા.
સુખ દુખ ના અવિરત ચક્કર દીઠા.
સાપ ના લીસોટા જેવા અણસાર દીઠા.
જે દિશા જોઇ નથી તેના એંધાણ દીઠા.
દુખ ના ઓછાયા ને પડછાયા વિસ્તરતા દીઠા.
માનવતા ની વસ્તી માં શૈતાન ના રહેઠાણ દીઠા.
મિત્રતા નો ડોળ કરનાર ના કાતિલ ચહેરા દીઠા.
દાના દુશ્મન ને ‘કાજલ’ પીઠ કેરા ધા કરનાર દીઠા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply