આ ઉદાસી ને આંખોમાં ભરી લીધી.
પાંપણ પળ વાર બંધ કરી લીધી.
આંખ ખોલી તો સ્મિત નો દરિયો ધુધવે.
નીલકંઠી બની ગયા તમે દદૅ ને છુપાવી.
તીરછી નજરે તમે આમ હસી લીધું
હોઠ મલકયા ધડી બે ધડી ને બંઘ થઇ ગયા.
કયાં સુધી આ સંતાકુકડી રમ્યા કરશો.
જાત સાથે ની છેતરપીંડી કયા સુધી.
આ ઉદાસી ને દદૅ ખુલ્લા મુકી દો તમે.
આસું ને કરયા કૈદ ને છુટા મુકી દો તમે.
“કાજલ “નો વાયદો છે રાહત રાહત થશે જરૂર.
એક દોસ્ત બની જીવનમાં આવી જઇશ જરુર.
વિશ્ર્વાસ કરો તો…ખોલી દો બંધ હોઠો ને.
વાતો આપો આપ સરી પડશે શબ્દો બની ને.
દુનીયા રંગીન છે ઔર હસીન લાગશે તમને.
સાથી તમારી થઇ શકુ છુ વિશ્ર્વાસ જાગશે તમને.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply