આ રસ્તા પર અવર જવર કરતાં માનવો.
પસાર થતા વાહનો, તેની પાછળ ધુમાડા ના ગોટા ઓ કોલાહલો.
આ માનવજીવન નુ એકચિત્ર.
રોજ રોજ સ્ટેશને ઉભરાતા મુસાફરો
રાત પડે ગમે ત્યાં લંબાવતા માનવદેહો
સવાર થતાશરુ થતી તેમની હાડમારી ઓ.
આ માનવજીવન નુ એકચિત્ર.
સવાર થતા દુધની લાઇન દુકાન માં રાશન ની લાઇન
સ્ટેશને ટીકીટ ની લાઇન,
આ માનવજીવન નુ એકચિત્ર.
શિક્ષણ માટે પ્રવેશ ની લાઇન, ઓફિસો માં નોકરી માટે લાઇન
ચારે બાજુ બેરોજગારી ની લાઇન
આ માનવજીવન નુ એકચિત્ર
આ સ્વાથઁ સાધતા માનવો
એક બીજા ની ગળાકાપ હરિફાઈઓ
જયા ત્યાં નથીનથી ના પોકારો
આ માનવજીવન નુ એકચિત્ર
આજ ના નેતા ઓ રોજ રોજ ભરાતી સભા ઓ
તેમાં ઠલવાતા માનવો. ગળાફાડી કરાતા નારા ઓ
એકબીજા પર ઉછાળાતા કાદવો આક્ષેપો
આ માનવજીવન નુ એકચિત્ર
વધતી આબદી વધતી સમસ્યાઓ, ગંદકી ના ઢગલા ઓ
પોકળવાતો ની લહાણી ઓઆ માનવજીવન નુ એકચિત્ર
‘કાજલ’ આમા કયા છે તારા સપના નુ ભારત
હવે જાગો ને જગાવો સૌ સાથ મળી ધડો નવભારત
આ માનવજીવન નુ એકચિત્ર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply