આ મશીન યુગ માં ભુલો પડેલ એકવાર યાત્રી.
અને મને મારા પણા ની થઇતી ખાત્રી.
હું કયારેક ભુલી જાવ છુ આ કોલાહલ માં,
ને મને નામ પણ પરાયા લાગે છે કયારેક યાત્રી.
લાગે છે કોઈ સાદ દે છે મારી અંદર થી મને,
જયાં પહોચવા વરસો થી મહેનત કરયા કરી અવિરત યાત્રી.
અરે ! શું વાત કહુ તમને કયારેક થાય છે મને,
નામ મારુ પોકારાતા અનજાન બની ઉભી થાવ યાત્રી.
થાય છે કે શું આ મારુ નામ છે ? જે પોકારાય મને,
આમા હું ભુલી જાવ છુ ત્રણે કાળ યાત્રી.
જયારે જયારે સત્ય કહેવા હોઠ ખુલે છે ત્યારે,
એક અદશ્ય હાથ આવી રોકે છે મને યાત્રી.
આમ હું અસત્ય ની યાત્રા કરયા કરુને,
જયારે સત્ય બહાર આવતા સૌ ધીક્કારે છે મને યાત્રી.
અરે ઓ દુનીયા વાલો ! સાંભળો ને મારગ બતાવો,
કયાં મે તમને કોઇ વચન આપેલ વાયદો કરેલ યાત્રી.
જો મારા સવાલો ના જવાબ ના હોય તો,
તો પછી ‘કાજલ’ શું કામ આમા થાય એકલી યાત્રી.
અરે તમે જો સાથ આપી ન શકો તો કંઇ નહી,
શું કામ તેનો સાથ આપનાર ને વગોવો છો યાત્રી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply