આભ નુ ઓઢણુ ને ભોય પાથરણુ.
બનાવી સુતા આ શ્રમજીવી બાંધવ.
ના ચાર દીવાલ કે માથે છત નો આશરો.
ચહેરા પર અજબ શાંતિ ઓઢી સુતા..
ના કોઇ રાવ -ફરિયાદ..
પોતાની મસ્તી માં ગુલતાન
ના આજ ની ચિંતા ના કાલ ની ફિકર..
સ્વ નો સાથી ખુદ જ…..
ના કદાચ એવુ ના પણ હોય..
અભાવ તકલીફ નડતા તેને પણ હોય.
રાવ-ફરિયાદ તેને પણ હોય..
મદદ ની આશા અપેક્ષા તેને પણ હોય.??
સ્વ ની ખુમારી ને લીધે હાથ ના લંબાવ્યો હોય.?
હાલાત નો હારી ને સ્વીકાર હોય??
‘કાજલ’ આ કોઇ મીઠા સપના નુ સ્મિત હોય.
આવતી કાલ ના સપના ની હુફ ને શાંતિ હોય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply