આજ લિલામ કરવા નીકળી છું આ લાગણી,
છે કોઈ ખરીદનારો દામ દેનાર લાગણી.
જયાં ને ત્યાં મને છેતરી રહી છે આ લાગણી,
હર વખત મને તડપાવે ને ફસાવે લાગણી.
જેને પ્રેમ કયોઁ તેણે કદર ન કરી આ લાગણી,
બસ, રમત રમી ગયા, ફરી ગયા લાગણી.
જયાં સુધી હશે તારો-મારો સાથ આ લાગણી,
નહીં ભુલી શકુ આ દયા, માયા, પ્યાર લાગણી.
નહીં આગળ વધી શકુ કચડી ને આ લાગણી,
બસ, ખ્યાલ ત્યાં સુધી આવ્યા કરશે લાગણી.
પ્રગતિ ના શિખરો એ પોહચવા છોડવી છે આ લાગણી,
આમ તો પાણી ના મુલે વેચાય છે આ અનમોલ લાગણી.
માનવ સભ્યતા, માનવ ગરિમા ની પહેચાન છે આ લાગણી,
આત્મા નો અવાજ ને મન ની મહેંકતા છે લાગણી.
‘કાજલ’ હર વખત છેતરાઈ છે હાથો હાથ આ લાગણી,
નાદાન નાસમજ વેંચવા નીકળી છે આજ લાગણી.
સુડલા ને ખોબા ભરી શકાતા નંથી આ લાગણી,
એતો સાગર છે પ્યાર નો, ડુબકી મારો લાગણી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply