આજ લીધુ ત્રાજવું ને જીંદગી ને તોલવા બેઠી,
અનુભવો જીંદગી ના માંડવા બેઠી.
દાખલા ગણયા ને સરવાળા કરવા બેઠી,
પણ આતો નીકળ્યા ગુણાકાર, સમજવા બેઠી.
એક ને એક બે ના જવાબ ને ભુલી બેઠી,
સમજણ ના વાઘા નવા પહેરી બેઠી.
ગણતરી ઓ બધી ખોટી પડી
જયારે ત્યારે ભણવા બેંઠી,
અચાનક એક ‘સુત્ર’ મળ્યુ
ને હાસ્ય ફરકાવી બેઠી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply