આજ માનવે ધારણ કરયો નવો દેહ હવે.
વરવા છે રૂપ એના નોખા છે ઢંગ એના હવે.
માનવ- માનવતા ભુલી ગયો છે આજ હવે.
લોહી ની પીપાશા સંતોષવા ભમે છે તે હવે.
રક્ત એના ખપ્પર માં હરવખત જોયે હવે.
રક્ત ને વહાવવા ને પીવા તે અજમાવે નીત નવા કાંડ હવે.
આજ તેની રમતો નથી રહી નિદોષૅ હવે.
તે દાવ અજમાવે છે શૈતાનીયત ના હવે.
માનવ લાશો ના ઢગ જોય કરે
તે અટ્ટહાસ્ય હવે.
જલતી ચિતા ઓ માં રોટલા તે શેકે હવે.
ઓહ! આજ માનવ ને માનવ કેહતા શરમ આવે છે હવે.
‘કાજલ’ હવે તો આ સંસાર માં પણ કયાં માનવતા રહી હવે.
માનવ લાશો ના પાયા પર ઇમારત ચણે હવે.
સ્વપ્ના ને પુરા કરવા તે લાશો ઢગ કરે હવે.
મશીન જેમ ચાલતા તેના દિમાગ માં હવે.
સહિષ્ણુતા, દયા, માયા ને કયાંય સ્થાન નથી હવે.
રામાયણ -મહાભારત ને વીસરી ગયો હવે.
આ જેટયુગી નહિ શૈતાનયુગી બની ગયો છે હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply