આતે કેવી લગની સમજના પડે.
અંતર ના તાર ને જાણે રાખે જોડે.
ખબર નથી રહી સ્વ ની મને.
વિચારો આંગણે બસ આવી ચડે.
દુનિયા નથી જાણે મારા માટે.
કયારેક એકલતા વ્હાલી થઇ પડે.
આમને આમ વાતો કરયા કરુ જાત સાથે.
યાદ તારી આવતા આંસુ ખરી પડે.
શિંગાર અધુરો લાગે દપઁણ જોતા.
તુજ વિના જીવન સુનુ થઇ પડે.
‘કાજલ’ નિદ્રા પણ વેરણ થઇ મારી.
બે નયન મીચાતા સપના હવે આવી કનડે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply