આજ ફરી વીતાવી રાત તમારી યાદો ના સંગાથે.
કરી કબુલાત હરવાત તમારી કબુલ છે, ખબર છે તમને .
સુખી સમજો ને થાવ તમે હંમેશા આમ અલગ રહી ને.
મંજુર તમારી ખુશી કાજ અલગાવ આમજ, ખબર છે તમને.
બે મતલબ બે વજહ ચાહયા કયુઁ તમને.
શરતો ને આધીન ચાહત રહી તમારી, ખબર છે તમને.
આ અલગાવ ને બદલાવ તમારો એ પણ મંજુર .
‘કાજલ’ કહે આ ચાહત છે આ કોઇ ગુલામીખત નથી, ખબર છે તમને.
તમને મંજુર તે મને મંજુર છેજ.
મને મંજુર તે તમને હોય જ તે જરુરી નથી, ખબર છે તમને.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply