આજ ઘર માં સવાર થી,
મચી હતી ધમાચકડી.
અને હું ચારે બાજુ પોહચવા,
દોડતી ભાગતી હાફતી હતી,
ઘડીક માં પતિદેવ બૂમ કયાં છે તુ?
ત્યાં સાસ -સસુર નો સાદ…
વહુ બેટા પેલા આ કરો ને..
ત્ચાં દેવર -નણંદ નો ભાભી નો અવાજ,
ઘડીક માં બાળકો નુ ટોળુ…
માં મામી – કાકી ફૂઈ -માસી કરતા વીટળાયુ.
દરેક ની એક જ વાત પહેલા મને,
ને દૂર એક ખુણા મા બેઠા મારા ‘પપ્પા’ બધુ જોતા હતા,
ઘડીક આંખ બંધ કરી જાણે ‘મમ્મી’ ને યાદ કરી.
ત્યાં આવી પોહચયા બ્હેન -ભાઈ નો અવાજ,
દીદી-દીદી..
મહેમાનો ને સત્કારતી,
પતંગીયા જેમ અહી તહી ઉડતી.
કયાં ખોવાઇ ગઈ? ને ભાવ વિશ્ર્વ છોડતી.
અને પ્રસંગ તો પૂરો પાર થયો, હસતા-હસતા.
બધા ધીરે ધીરે વીખરાઈ ગયા,
ને હુ થાકી ને પડી..
ને સવાલ ગુંજયો કયાં હતી હું?
આજ આખો દિવસ..??
શું હું હતી ખરી કયાંય…
હજારો ટુકડા માં વહેંચાતી સમેટાતી.
પણ હું કયાં હતી..?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply