આકાશ પર નો આ ચાંદ
તારા ને વાદળો ની સંતાકુકડી,
તેમા નજર આવતો એક ચહેરો.
વારંવાર રંગ બદલતો, ભાવ બદલતો, રૂપ વિખેરતો એક ચહેરો.
સાત સમંદરપાર તુ પણ
જોતો હોઈશ ને!
આ ચંદ્ર મા એક ચહેરો.
નજર ચાંદ પર પડતા લાગે
જાણે તુ જુવે છે મને,
અને બન્ને જોઈ રહયા છીએ
તેમા એકજ ચહેરો.
નથી હુ કાલિદાસ કે વાદળ સાથે, સંદેશો મોકલુ,
હું એક નારી, સતત પોતાની ઓળખ પામવા મથતી,
ને દેખાય મને એક ચહેરો.
શુ લખુ, શુ કહુ મારી ખુશી, મારી પીડા, મારો વિરહ,
કે પછી મિલન ની અનંત પ્રતીક્ષા,
ને દેખાય છે મને એક ચહેરો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply