ઋણા નુ બંઘ ની વાત કરો કે કમૅ નુ ફળ કહો.
આ સજા નથી, ઇનામ મળેલ છે મને આજે.
આ અેકલતા મારી વરદાન છે ઇશ્ર્વર તણુ.
જાત સાથે ની છેતરપિંડી, રમત છે અસ્તિત્વ તણી.
જોતુ નહોય, હુ નહોવ તો કદાચ કશું જ નહોય.
હુ ન હોવ તો તારી દુનિયા માં શું ફેર પડશે એમ ન કહે.
મેં આવતા જ મારુ સ્થાન લઇ લીધું હતુ તારી પાસે.
તુ માન કે ન માન તું યાદ કરીશ હમેશ.
અગર દૂર ચાલી હુ તારા તારાથી તો તું નહી હોય.
આ વાત ને હસવા માં નલે આમ તું…
“કાજલ ” એક ઇન્સાન છે જે તેની છાપ છોડી ને જશે જરુર.
તું યાદ કરવા ચાહે કે ન ચાહે મને…
હંમેશા મારી યાદ આવશે તને….
આ ઋણા નુ બંધ ની વાત નથી.
આ ખેંચાણ છે ગુરુત્વાકર્ષણ જેવુ.
જે હંમેશા રહે છે પોતાના તરફ.
એમ મારી યાદો તને ખેંચતી રહેશે હંમેશા.
અલવિદા નહી કહુ તને કયારેય.
કેમકે મારી યાદો તારી પાસે રહેશે.
તારી યાદો મારી સાથે રહેશે.
પછી એ જુદાઇ નહી હોય, એ મિલન નહી હોય.
હશે બસ યાદો..યાદો ને યાદો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply