આવો મિત્રા ! આવો!
આપણે જીંદગી તણી ફિલસુફી જાણી યે.
આતો જીવનનાટક છે.
કળાકાર જેમ ભજવી જાણીયે.
ચઢાણ-ઉતરાણ એતો ક્રમ જીવન નો.
હારી ને બેસી નહી રહેવાનુ.
આ સંસાર સાગર, આપણે તેમાં ના માછલા .
આવા કંઇક આવ્યા અને ગયાં.
અહી મરી ને પણ જીવવા નુ.
યાદ કરે જગ આખુ, એવુ કંઇક કરી જવાનુ.
બહાર દેખાડો ખુશી નો છલકતો જામ છે.
વેલકમ, થેન્કયુ વારંવાર બોલવા નુ.
કયારેક કહી દેવા નુ સોરી, ઇટસ ઓકે ક્રમ જીવન નો.
કહે છે જીંદગી પ્રેમ છે, ઝેર છે, એતો જેવી જેની રીત..
મિત્રા! આપણે તો પ્રેમસભર કરીશુ જીદગી ને.
મિત્રા! ‘કાજલ’ કહે છે, આ દુનીયા માનવમેળો.
જીવન જીવનારા ભાતભાત ના લોક મળે.
આજે મળ્યા કાલે જુદા થવાનુ..
રહેશે માનવ મહેરામણ, યાદો ના ઝાંઝવા…
કરો કંઇક આ જીવનનાટક મા કામ અેવુ ..
વન્સમોર વન્સમોર વચ્ચે નામ રહે ગુંજતુ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply