ઈશ્વર ને પ્રાથઁના કરવા
હાથ જોડી ઉભી મંદિર માં.
શું માગવુ તારી પાસે? તે વિચાર માં,
હોઠો થી શબ્દો નીકળતા નથી મંદિર માં.
બીરાજે છે હ્રદયમંદિર માં
ગોતવા નીકળી તેને મંદિર માં.
પ્રાથઁના અવ્યકત રહે મનમાં
સવેઁવ્યાપી પાસે મંદિર માં.
હાથ જોડાયેલ રહી જાય,
આંખ મીચેલ રહી જાય મંદિર માં.
શુન્યાવકાશ વ્યાપી જાય ને
ખોવાઇ જાય ઇશ્ર્વર શોધ માં જાત મંદિર માં.
કયાં છે તે?તે વિચારુ છુ,
ને શોધુ છુ મંદિર માં.
થાય જ્ઞાન તે કયાં નથી?
એતો સવેઁવ્યાપી છે મંદિર માં.
‘કાજલ’ નથી માગવુ પડતુ,
વગર માગ્યે જ આપે છે મંદિર માં.
દ્રારે ઘંટ વગાડો કે ન વગાડો,
તે હરહંમેશ જાગ્રત કરે મંદિર માં.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply