આંખ બંધ કરો તો તમારા હોઠ ચુમી લઉ.
હાથ ફેલાવો તો તમારી બાહો માં સમાઈ જાઉ.
યાદ કરો તો તસ્વીર બની આવી જાઉ.
રજા આપો તો તમારા દીલ માં ધર બનાવી લઉ.
તમારી જ છુ કહો તો થોડો પ્યાર કરી લઉ.
ઇજાજત એટલી આપો તો, સોળ શણગાર સજી લઉ.
રાહ તમારી જોવા દીપક એક પ્રગટાવી લઉ.
તમારા માં તમારા શ્ર્વાસો ની ખુશ્બુ બની પથરાઈ જઉ.
મિલન ની રાહ માં વિરહ ની વાત આવી જાય તો,
તમારા પ્રેમ મિલન ની પ્રતિક્ષા કરી લઉ .
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply