આઇના સામે ઉભી પ્રતિબિબ જયાં નીહારતી.
હોઠો પર મંદ મુશ્કાન સાાથે ઝાંખી નજર સમક્ષ આવતી.
હાથ ફરે જયાં કેશ સવારવા
ત્યા તમારી યાદ આવતી.
મારા કેશ માં છુપાયેલ ચહેરો તમારો, ખોવાયા એકમેક માં તે યાદ આવતુ.
હાથ જયાં પહોચ્યો હોઠ પર, ત્યા તમે દીધેલ દંત નુ નીશાન યાદ આવતુ.
પ્રિય સાથે તારી યાદો ધેરતી,
કેમ નથી સાથે તારુ પ્રતિબિબ યાદ આવતુ.
પ્રિયે ઇચ્છુ તારી બાંહો માં છુપાવા, તારી ઉત્કઠાં નો ઉતર યાદ આવતુ.
કાજલ તો દીવાની બની તારા નામની, મર મીટશે તુજ સંગ તે યાદ આવતુ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply