ઉગી નીકળી છે મારા મન માં વાત મહેંદી,
સપના ને લીલીછમ કરતી વાત મહેંદી.
માતા શી શીતળ, હેતભીની વાત મહેંદી,
સાજન ની પ્રીત ને સંગીત ની વાત મહેંદી,
રંગો માં એક રંગ એવો, એવી એ વાત મહેંદી,
કોમાયઁ નુ સપનુ ને સોહાગણ નો સાથ મહેંદી,
બાંધવ ની જોડ ને બ્હેની ની પ્રીત મહેંદી,
પુનમ ની રાત ને ગરબા નો રાગ મહેંદી,
સખી ઓ નો સંગાથ, નવવધુ નો શણગાર મહેંદી,
સોળ શણગાર નો સંગ ને રંગ મહેંદી,
કે ‘કાજલ’ કેરા સૂર ને ગીત મહેંદી,
મહેંદી તો એવી ઉગી કે બની ગઈ હું મહેંદી,
હર વંખત એક ધુન એક તાન આ રંગ મહેંદી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply