ઈચ્છા ઓના વન માં જીદગી ભટકતી,
ખુદ ને સંતાડતી ખુદ થી ખોવાતી.
ભુત ને ભવિશ્ય ના બોજા લઈ ફરતી,
તેમાં આજ કાયમ વીખાતી ને પીખાતી.
સમજણ નો સૂરજ ઉગે ને જીદગી ચહેકતી,
વ્યથઁ છે આ ભાર ને સ્વાભિમાન થી ચમકતી.
દપઁણ જૂએ ને સવાલ ઉભરે, જીદગી કયા હતી?
જળવત વષોઁ સરકયા જાણે પાનખર મહેકતી.
પાર થયા પડાવ અનેક જીદગી સરકતી,
સામે હતી મંજીલ ને હાથ થી દૌર છુટતી….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply