ઉઠે ચિત્કાર
દબાયેલ, ઇચ્છા નો
નિસહાય હું.
કહુ સાંભળો
ને વાત અવિરત
મૌન ભીંતો.
માતા શબ્દ
સંસાર નો સાગર
પ્રભુ સાક્ષાત.
ખ્વાબ વૈવિધ્ય
ઇચ્છા અપરંપાર
ખુટતી વય.
મૌન વદન
આસપાસ ઉદાશી
એકાંત ઘર.
ભાર ઉપાડ
તારો મારો આપણો
મન બે મન.
વૃક્ષ મ્હોરયુ
આશા ઉમંગ નું
ફેલાયા વન.
જીવતર ની
બાજી હજાર રંગ
કયો પસંદ?
ચાલ મિત્રા હું
લવ વિદાય સૌની
તુટયો દૌર.
વેદના સૌની
સરખી, અનુભવ
હંમેશ ભિન્ન.
એકતાન તું
નિજાનંદ મસ્તી માં
ગાયબ દદઁ.
સરળ મન
સમજાય કયારે
મૌન અથાક.
મોહરુ મુક
અસલ ને પીછાળ
છલાવા જાણ.
પ્રેમ કસૌટી
નિષ્ફળતા અચુક
ઉચ્ચ અપેક્ષા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply