એક વાર મેં જોઈ સાંજ ને ઉદાસ, થયુ લાવ મળી પુછુ તેને તેનુ કારણ,
હિંમત ના ચાલી સાંજ ને પુંછતા, થયુ તે કેહશે છે તારી પાસે કારણ?
સાંજ ની વિદાય થઈ ને આવી રાત ઉદાસ, મેં પુછયુ કે આજ કેમ હતી સાંજ ઉદાસ?
તો કહે કયાં થાય છે, અમારુ મિલન, કયાં થી કહુ તને એનુ કારણ.
વિચાર વિમઁશ માં રાત પણ ગઈ ઉદાસ, ત્યાં આવી પહોંચી સોનેરી સવાર,
મેં પુછયુ કે કેમ હતી સાંજ ઉદાસ, તેા કહે ના કર મારી
સાથે વાત ઉદાસ.
હું તો લાવુ રોજ સંદેશ એજ છે નવી સવાર, સાંજ ની ઉદાસી ને રાત ની ખામોશી
પણ મારુ આગમન છે નિચ્ચીત, માટે ‘કાજલ’
ના પુછતુ મને કારણ.
હું તો છુ દુઃખ નુ મારણ, જાગ્યા નુ સવાર- હું જઈશ સાંજ આવશે.
પણ ના પુછતુ કારણ ઉદાસ, મારો સંદેશ એજ જાગો થયુ પ્રભાત..
ઉંઠો ખંખેરી આળસ, નવ ઉલ્લાસ, નવ આંનદ કારણ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply