એક સાંજ દરિયા કિનારે વીતાવી હતી.
દૂરદૂર ક્ષિતિજો જયાં આવકારતી હતી.
જયાં સૂરજ દરિયા ને નમી ને ચુમી રહયો હતો.
જયાં દરિયો સૂરજ ને આગોશ માં છુપાવી રહયો હતો.
ગગન સિંદૂરી ઓઠણી થી સજી રહયુ હતુ.
ત્યાં હું હતી.. ને દરિયો મારો સાથી હતો.
એકલતા ને એકાંત ની પીડા હતી.
વિજોગણ ની વ્યથા, ઉદાસી ના પુર હતાં.
ત્યાં કહે મને, તુ ઉદાસી ખંખેરી નાખ…
કયાંય તને સંપુઁણ સુખી મળ્યુ છે કહિ??
હું વિસ્ફારિત નેત્રે તાકતી રહી હતી.
હું તો સિધુસાગર, મહાસાગર કહેતા લોકો હતા.
તારી વેદના ને મારા માં ઠાલવી દે… ખાલી ખમ થઈ જા હવે.
જો આ સૂરજ વિદાય લઈ રહયો છે પ્રેમ થી….હવે.
એ પણ રોજ આશા લઈ ને આવે છે હવે.
તુ પણ કર નવી આશા એ શરૂઆત હવે.
તને પણ લોકો કહશે સાગર પેટાળી હવે.
હા સાચુ કહે છે મિત્ર તુ હવે.
ચલ, આજ તારી સાક્ષી એ કસમ લઉ છું.
જુની યાદો ને કયારેય આંસુ સાથે યાદ નહિ કરું.
‘કાજલ’ હસતી જીવશે, યાદો ને સ્મિત માં છુપાવી.
ભરતી ને ઓટ ને જીવન નો ક્રમ સમજી હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply