એક વાર કાગળ પર આડી અવળી રેખા ખેંચી બે-ચાર.
આપ્યો તેને એક ચહેરા નો આકાર.
એક નજર નાખી ફરી પેન હાથ માં લઇ.
આંખો પર ચશ્મા પેરાવ્યા ને ..
એક એવા ઠઠ્ઠા ચિત્ર ને હાથ મારે પકડાવ્યુ.
કહે આતો અસલ તારા જેવી જ?
ઓહ! એ પળ એ હાસ્ય – પરિહાસ…
ના ના એતો નિદોષઁ મશ્કરી માત્ર,
બે ધડી મોજ માં કરેલ હતી.
પળ બે પળ મારી આંખો માં તીખારા આવ્યા…
કયારેય પહેલા આવી મઝાક કરેલ નોતી.
પણ પછી એક હાસ્ય ની લહેરખી આવી ગઇ.
ઓહ! આતો સરસ થયુ…
ઘણા વખતે જાત પર હસી લીધુ.
આજ લાબા સમયે મન ને હળવુ કરી લીધુ.
હાસ્ય તો જીવન નુ હાદઁ છે.
ભુલી ગઇ તી હાસ્ય મારું
વિચારો ના જંગલ માં ખોવાઇ ગઇતી.
હું ખુદ નેજ વિસરી ગઇતી.
પણ એ ઠઠ્ઠા ચિત્રે મને બહાર લાવી.
ઓ અજનબી મિત્ર ઉપકાર તારો.
ચાલ આજ આભાર તારો માની લઉ.
તુ અદભુત છે વ્યકતિત્વ તારુ ચુંબકીય.
અબોલા મારા છુટી ગયા…
‘કાજલ’ ના મુખ પર હાસ્ય ચીપકી ગયુ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply