એક વાર મારા આંગણે આવી ચડી ચકલી,
ચક-ચક ચક-ચક થી ખાલીપો ભરતી.
ફર-ફર કરતી અહી તહી ઉડતી,
બાધ્યો માળો તળખલા ભેગા કરતી.
પછી તો એજ ચકચક ને ફરફર ના અવાજો,
નિરાંત ન લેવા દે તેવી તેની ચીચયારી ના અવાજો.
માળા માં મુકયા ઇંડા ને તેના બચ્ચા ના અવાજો,
ખાલીપો મારો વધી ગયો, અહેસાસ કરાવતા અવાજો.
ઝાડુ લીધુ હાથ માં મુકી આવી બધુ બહાર,
વાળી ચોળી ધર કયુઁ સાફ ને ફેકી આવી બહાર.
ત્યાં આવી ચડી લઇ ફરિયાદ, કાઠી મુકી તેને બહાર,
ઓહ! આ ખાલીપો, એકલી મને કરી દેશે બહાર.
પાછી આવી ચકલી ને બાધ્યો માળો,
ફરિ એજ ક્રમ ને આવ્યા બચ્ચા ભરાયો માળો.
અંતર ના માળા માં મહેકયું એક પક્ષી,
કહે ‘કાજલ’ જીદગી તો આનુ નામ ….
હદપાર કરી બરબાદ કરી
તે તારી સામે આવી પાછી,
લડાઈ માં તુ હરાવી ના શકી ને પાછી.
તને હરાવી તેની જીત પણ તને આપી ચાલી,
આટલુ જો સમજે માનવ તો ના રહે આ વૈમન્સય સમજાવી ચાલી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply