એક વાર રંગ દીઠો ગુલાબી,
સખી ઓનો ઉલ્લાસ ગુલાબી.
બ્હેની ના હેત નો રંગ ગુલાબી,
માં ના વ્હાલ ને પ્યાર ગુલાબી.
ભાઈ ની પ્રીત ને ગોઠ ગુલાબી,
એકવાર મેં દીઠો રંગ ગુલાબી.
નદી ના નીર ની ચાલ ગુલાબી,
ગોરી ના હાલ ને ચાલ ગુલાબી.
કે વસંત ની વસંત ને પાનખર પણ ગુલાબી,
એવા માં એ મૌસમ નો હર રંગ ગુલાબી.
સજની ના નૈન નો રંગ ગુલાબી,
એના કપોળ નો ચાંદ ગુલાબી.
એના હોઠ ની લાલી યે ગુલાબી,
ને સજની- સાજન નો સાથ ગુલાબી.
કયાં નથી એ રંગ ગુલાબી,
સ્વપ્ના ની એ રાત ગુલાબી.
‘કાજલ’ ના શબ્દો નો રંગ ગુલાબી,
પ્રીત ગુલાબી, મીત ગુલાબી.
મૌસમ ગલાબી કે ગુંથેલ એ સ્વપ્ન ગુલાબી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply