એક બુઢ્ઢી એક બુઢ્ઢા ને પ્રેમ કરે છેં,
કહે છે, ચાલ ને એકમેક માં જીવી લઇ એ.
વરસો કરી ફીકર તારા-મારા સ્વજનો ની, પરિવાર ને બાળકો ની,
ચાલ હવે, તારી ઈચ્છા- મારી ઈચ્છા,
એજ સવોઁપરી ગણી લઈ એ.
વાળ ની સફેદી, દાંત ના ચોકઢા, ને દવા ના ડબ્બા ને ભુલી જઈ એ.
ચલ હવે, તને – મને ફાવતુ ને ભાવતુ કરી લઈએ.
વરસો ની ધરબાયેલી ઈચ્છાઓ, સપના ઓ, અનેક અધુરા કાયોઁ,
ચાલ હવે, આજ જીવંત કરી લઈએ.
થોડુક સ્વાથીઁ બની, માત્ર આપણા માટે,
ચાલ હવે, એક બીજા માં ખોવાઈ જઈએ.
સાથ ભવોભવ નો જાણ્યુ જન્મથી, કોણે જોયો બીજો – આવતો ભવ?
ચાલ હવે, આજ ભવ માં બધા ભવ જીવી લઈ એ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply